મ્યુચ્યુઅલ ફંડ

ABC of MUTUAL FUND

મ્યુચ્યુઅલ ફંડ તે એક ‘સહિયારી બચતના ભંડોળ’ થી એક વિશેષ કાંઈ નથી. ઘણાં બધા રોકાણકર્તાઓની ભેગી થયેલ બચત સ્ટોક (શેર), બોન્ડ્સ અગર બન્નેમાં તેમના એક્સપર્ટ દ્વારા રોકાણ કરવામાં આવે છે. મુખ્યત્વે ચાર પ્રકારના ફંડો હોય છે. (૧) ઈકવીટી ફંડ (૨) બેલેન્સ ફંડ (૩) મંથલી ઇન્કમ ફંડ (MIP) તથા (૪) ડેટ ફંડ (૫) સોનામાં રોકાણ કરવા ગોલ્ડ ફંડ (૬) ઇક્વિટી ડેટ તથા સોનામાં કરતા મિક્સડ એસેટ ક્લાસ ફંડ આ અંગે વિશેષ માહિતી અલગ આપેલ છે. હાલ આપણે ઈકવીટી ફંડ વિશે વધુ જોઈએ.

હાલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા : એચ.ડી.એફ.સી. : રીલાયન્સ : તાતા : બીરલા સનલાઈફ : કોટક : સુંદરમ જેવી ભારતીય કંપનીઓ ઉપરાંત ફેન્ક્લીન ટેમ્પલટન, L & T, પ્રીન્સીપલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, એચ.એચ.બી.સી. જેવી પરદેશની કંપનીઓ દ્વારા મ્યુચ્યુઅલ ચલાવવામાં આવે છે.
પારદર્શકતા :-

ફંડ કંપનીઓએ તેમણે કરેલ રોકાણોની સ્પષ્ટ વિગતો સમયાન્તરે જાહેર કરવી પડે છે. સામાન્ય રીતે દરેક કંપનીઓ દર મહિને તે વિગતો બહાર પાડતાં હોય છે. ફંડની N.A.V. (નેટ્ એસેટ્સ વેલ્યુ) એટલે કે ફંડના યુનીટનું (રૂા. ૧૦/- નું) જે તે દિવસનું મૂલ્ય દરરોજ જણાવવામાં આવે છે. આ રીતે રોકાણકર્તાને ખબર પડે છે કે તેમની રકમ ક્યાં રોકાયેલી છે અને તે કેટલું વળતર આપી રહ્યું છે.
બહોળો વ્યાપ :-

થોડા વર્ષો પહેલાં બહુ જ મર્યાદિત કંપનીઓના (થોડા શહેરોમાં જ) જૂજ એડવાઈઝરો દ્વારા મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ ઉપલબ્ધ હતું, જે હવે મોટા ભાગના શહેરોમાં ઘણાં બધા એડવાઈઝરો દ્વારા મળી શકે છે. એડવાઈઝર બનવા માટે (AMFI) (એશોશીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડીયા) દ્વારા લેવાતી કઠીન પરિક્ષા પાસ કરવી ફરજ્યાત છે.
નિષ્ણાંતો દ્વારા સેવા :-

તમો જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમો ખુબ જ ઉંચા પગાર મેળવતાં ક્વોલીફાઈડ તથા તેમના કામના નિષ્ણાત એવા તજજ્ઞ ફંડ મેનેજર તથા તેમની ટીમને તમારુ ફંડ સોંપો છો કે જેઓ તેનું ઉંચામાં ઉંચુ વળતર મેળવવા હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે.
ઉત્તમ સેવા :-

ગ્રાહકોને અપાતી સર્વિસમાં પણ સારાયે વિશ્વમાં તુલના થઇ શકે તેવી ઉત્તમ સેવા ભારતીય મ્યુચ્યુઅલ ફંડો આપવામાં આવે છે, કે જે નક્કી કરેલ માપદંડ કરતાં પણ વધું સારી છે. જેમ કે એડવાઈઝર આપને આંગણે આવી પ્રોડક્ટ્સની વિશિષ્ટતાઓ સમજાવે, જરૂરીયાત મુજબનું યોગ્ય ફંડ નક્કી કરાવે, ફોર્મ ભરી આપે, ચેક લઈ જઈ પહોંચ પહોંચતી કરે વિગેરે સેવાઓ અજોડ છે.
તરલતા :-

પૈસા પરત મેળવવા માટે ખૂબ જ સરળ ફોર્મમાં વિગત ભરી મોકલવાથી ૨ થી ૫ દિવસમાં રકમ રોકાણકારના બેંક ખાતામાં સીધુજ જમા થઇ જાય છે.

રાજકોટ સહીત ઘણાં બધાં શહેરોમાં ECS (ઈલેક્ટ્રોનીક્સ ક્લીયરીંગ સીસ્ટમ) શરૂ થઈ જવાથી ‘સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન’ (SIP) દ્વારા, દર મહિને કરતાં રોકાણો માટે ડાયરેક્ટ ડેબીટ ફેસેલીટીને કારણે ફક્ત એક જ ચેકની તથા ECS ના ફોર્મની જરૂર પડે છે જેથી તે ઘણું આસાન બની ગયેલ છે.

આ ઉપરાંત હવે ઓનલાઈન કે ફોન દ્વારા પણ મ્યુ.ફંડના પેપરલેસ ટ્રાન્ઝેક્સન થઇ શકે છે.
સહેલાઈથી સંપર્ક :-

દરેક ફંડોને ટોલ ફ્રી નંબર દ્વારા કે ઈન્ટરનેટ દ્વારા વધુ માહિતી – ફરિયાદ – સજેશન માટે સંપર્ક થઇ શકે છે. આ ઉપરાંત “SEBI” તથા “AMFI” નો સંપર્ક કરી ફરિયાદનું નિરાકરણ થઇ શકે છે.

છેલ્લાં થોડા વર્ષોથી રોકાણો માટેનો અભિગમ જ બદલાઈ ગયેલ છે. મામુલી બેંક વ્યાજ કે ઓછાં ટેક્ષેબલ વળતર આપતાં અન્ય રોકાણોની સામે નીચે મુજબના ફાયદાઓ આપનાર વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ઝડપથી વધતું જાય છે.

- ખૂબ જ સરળ અને સગવડતા ભર્યુ

- જોખમને વિવિધતા સભર બનાવતા વિવિધ પ્રકારો

- “SEBI” તથા “AMFI” દ્વારા નિયમબધ્ધ

- પારદર્શકતા

- નક્કી કરેલ સમયે અને તે પણ જરૂરીયાત મુજબની રકમ મેળવી શકાય તેવી ફ્લેક્સીબીલીટી

- તજજ્ઞ દ્વારા યોગ્ય માર્ગદર્શન તથા ઘર આંગણે મળતી સેવા

- વિવિધ પ્રકારના મોટા ટેક્ષ બેનીફીટ

- માસીક રૂા. ૨૫૦/- જેવી નાની રકમથી પણ SIP શરૂ કરી શકાય છે.

- પેન્શનની જેમ નિયમીત આવક ઉભી કરી શકાય છે. (SWP: સીસ્ટેમેટીક વિથડ્રોઅલ પ્લાન દ્વારા)
આપ પણ સમયની સાથે ચાલી જોડાઈ જાવ મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણમાં અને આપણા દેશની પ્રગતીના ભાગીદાર બની તેના ‘ફળનો લાભ લેવા’ તથા ‘ભવિષ્ય માટેની વેલ્થ ક્રીએટ’ કરવા આમંત્રીત છો.

વધુ માહિતી તથા લેપટોપ ઉપરનાં પ્રેઝન્ટેશન માટે તથા આપનાં ભવિષ્યનાં ગોલની જરૂરીયાત માટે તૈયાર કરેલ પ્રોગ્રામનો લાભ લેવા સંપર્ક કરશોજી.