નિમંત્રણ
ઇન્વેસ્ટર્સ અડ્ડા >> નિમંત્રણ >> સંપત્તિ સર્જન પ્રત્યે દુર્લક્ષ

સંપત્તિ સર્જન પ્રત્યે દુર્લક્ષ

કોઈ વ્યક્તિને પોતાને જ ‘સંપતી સર્જન’માં રસ ન હોય તેમ માનવામાં ન આવે, પરંતુ Procrastination (પ્રોક્રાસ્ટીનેશન) એટલે કે ખાસ કરીને બેદરકારી અને આળસુપણાંને કારણે બચત અને રોકાણનો નિર્ણય પાછો જ ઠેલતાં જતાં જઈએ છીએ.
બચત રોકાણને રોકતાં ખોટા વિચારો

ખર્ચા અંગેનાં વિચારો: ગ્રોસરી બીલ, ઈલે. બીલ, ટેલિફોન બીલ, ભાડું/હપ્તા, ક્રેડીટકાર્ડ પેમેન્ટ, બાળકોના ભણતરનાં ખર્ચ, માણસોના પગાર, વિગેરે વિગેરે... આપણે ઉપરોક્ત ખર્ચની વ્યવસ્થા કરતાં જ હોઈએ છીએ. તે મુજબ જ ભવિષ્ય માટેની બચત પણ તેટલી જ જરૂરી છે. છતાં તેને રોકતાં વિચારો/પરિબળો... મારી પાસે પૈસા નથી; મારી પાસે સમય કયાં છે? હું આ બાબતમાં આળશું છું; મારી પાસે પુરતું જ્ઞાન નથી; રિટર્ન (વળતર) કયાં હવે આકર્ષક રહ્યા છે? ... આ અંગેનું ‘પેપર વર્ક’ ખૂબ જ કંટાળાજનક હોય છે. આવતા મહિને ચોક્કસ રોકાણ શરૂ કરીશ... વિગેરે વિગેરે... લાંબુ લિસ્ટ...

આ બધી બાબતોને કારણે તમારા ભવિષ્યના સપના સપના જ બની રહેશે. સ્વપ્નની વાત જવા દો પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં મોટી માંદગી આવશે કે સંજોગોવસાત થોડા સમય સુધી મારી આવક બંધ થઇ જશે ત્યારે? આવા આક્સ્મિક સંજોગો વીશે ક્યારે પણ વિચારેલ છે? આ સંજોગોમાં તમારા અને તમારા કુટુંબ માટે પૈસા ક્યાંથી કાઢશો?


સત્ય હકીકત એ છે કે ભવિષ્યના ગોલ પૂરા કરવાં જરૂરી છે. ફક્ત થોડો સમય ફાળવી સમજણ કેળવવાની અને નક્કી કરેલ ધ્યેયને ચૂસ્તપણે વળગી રહેવાની જરૂર છે.
આંખ ખોલનારો દાખલો

વ્યક્તિ–A

વ્યક્તિ–B

ઉ.વ. ૨૫ થી ૩૫. ૧૦ વર્ષ સુધી ફક્ત રૂ।. ૨૦૦૦/– પ્રતિ માસ રોકે છે. ૩૬ થી ૬૦ વર્ષ સુધી તે કોઈપણ રોકાણ કરતો નથી. તો પણ ફક્ત ૮% ના વાર્ષિક રીટર્ન લેખે ૬૦ વર્ષે તેનું ફંડ બને છે રૂ।. ૩૦ લાખ.

આ વ્યક્તિ દશ વર્ષ મોડું એટલે કે ૩૫માં વર્ષથી રોકાણ શરૂ કરે છે. તેને ૮% ના વળતર સાથે ૬૦માં વર્ષે રૂ।. ૩૦ લાખનાં ભંડોળ માટે ૫૦ વર્ષ સુધી (એટલે કે ૧૦ ને બદલે ૧૫ વર્ષ) અને તે પણ રૂ. ૨૦૦૦/– પ્રતિ માસને બદલે ડબલ એટલે કે રૂ. ૪૦૦૦/– પ્રતિ માસ રોકાણ કરવું પડે છે.  


આશા છે આ દાખલો આપના અગાઉ દર્શાવેલ બહાનાંઓ/કારણોને બદલી નાખશે અને નીચે મુજબ વિચારવા પ્રેરણા આપશે.


  • મારે રોકાણ કરવા માટેની રકમ તો ખૂબ નાની છે.

  • રોકાણ કરવા ખરેખર બહુ સમયની જરૂર જ નથી.

  • મારે રોકાણ કરવા કોઈ ખાસ પ્રયાસ/મહેનત કરવાની જ નથી.

  • જેટલું વહેલું રોકાણ કરું તેટલું વધુ લાભદાયી થવાનું.

  • વળતરની રકમ ધાર્યા કરતાં ઘણી વધારે છે.

  • કોઈ ખાસ પેપરવર્ક પણ કરવાનું નથી રહેતું.

  • ઊંડી જાણકારીની પણ જરૂર નથી.


  • આળસ એવો ખર્ચાળ ડ્રેસ છે જે દરરોજ પહેરવો ન પાલવે