નિમંત્રણ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> નિમંત્રણ   >> શું કરવું જોઈએ?   શું ના કરવું જોઈએ?
શું કરવું જોઈએ?

 • રોકાણ કરતાં પહેલા, જેના વિશ્વાસે તથા જેના માર્ગદર્શનથી રોકાણ કરો છો તેની નિપૂણતા તથા વિશ્વશનીયતા જરૂર વિચારવી.

 • નવા રોકાણકર્તાએ શેર માર્કેટમાં સીધુ રોકાણ ટાળવું જોઈએ અને મ્યુચ્યુઅલ ફંડના માધ્યમ દ્વારા જ રોકાણ કરવું જોઈએ.

 • ઈક્વીટી માર્કેટમાં કરેલ પદ્ધતિસરનું રોકાણ ઓછા જોખમ સાથે ઊંચુ વળતર આપનારું બને છે અને તેથી લાંબા ગાળાના રોકાણની માનસીક તૈયારી સાથે જ રોકાણ કરવું.

 • રોકાણકર્તાએ રોકાણની સપ્રમાણ ફાળવણી, જોખમ ઉઠાવવાની ક્ષમતા તથા પોતાની ઉંમરને લક્ષમાં રાખી તેને અનુરૂપ રોકાણ કરવું જોઈએ.

 • રોકાણકર્તાએ પોતાનું રોકાણ સમયાંતરે જોતા રહેવું જોઈએ તથા લક્ષ મુજબ લાંબાગાળાનું વળતર ફુગાવા કરતાં વધું મળે તે માટે યોગ્ય નિર્ણય લેતા રહેવા જોઈએ.


 • શું ના કરવું જોઈએ?

 • રોકાણ કરતાં સમયે ફક્ત વળતર જોવું ન જોઈએ, પરંતુ સાથોસાથ જોખમને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. વળતર તથા જોખમ સિક્કાની બે બાજુઓ છે.

 • ‘રોકાણ કરવા ખાતર’ રોકાણ ક્યારેય કરવું જોઈએ નહીં. તમારું રોકાણ ત્યારે જ સાર્થક બને છે જ્યારે વળતર/જોખમની ગણતરી રાખી, ગોલ નક્કી કરી રોકાણ કરવામાં આવે.

 • કોઈપણ સંજોગોમાં રોકાણકર્તાએ ભય કે ગભરાટથી દૂર રહી, પોતાનું લાંબાગાળાનું લક્ષ યાદ રાખવું. ટૂંકાગળા માટે માર્કેટનું ઉપર-નીચે થવું કુદરતી જ છે. આથી ખોટા લાગણીવશ ન બનવું. સફળ અને હોંશિયાર રોકાણકર્તા માટેનો આ સુવર્ણ મંત્ર છે.

 • નવા રોકાણકર્તાએ ક્યારે પણ એકીસાથે મોટી રકમનું રોકાણ ‘ઈક્વીટી’ માં કરવું જોઈએ નહીં, કેમ કે તે ‘ઉઠાવેલ જોખમ’ ની સરખામણીમાં સારું વળતર ન પણ આપી શકે. હંમેશા ‘સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન’ (SIP) દ્વારા જ રોકાણ કરવું અને તેને “SMART INVESTMENT PREFERANCE” (SIP) બનાવવો જોઈએ.


 • સાચો ધનવાન પૈસા માટે મહેનત કરવા કરતાં પૈસાને પોતાના માટે સખ્ત મહેનત કરાવે છે.