ફાયનાન્શીયલ પ્લાનીંગ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> ફાયનાન્શીયલ પ્લાનીંગ   >> અસ્કયામત ફાળવણી માટેની માર્ગદર્શિકા

અસ્કયામત ફાળવણી માટેની માર્ગદર્શિકા

 

તબક્કો

ઉંમર

સંજોગો

રોકાણ નીતિ

અસ્કયામત

યુવાન પુખ્ત
વયની વ્યક્તિ

૨૦ વર્ષ અને અધિક

કોઈ અવલંબિતો  નહીં ઓછી રોકડ પુરાંત

આક્રમક રીતે વૃદ્ધિની શોધમાં રહેવું, આ તબક્કે જોખમ લેવાની ક્ષમતા ઘણી હોય છે.

રૂઢિગત ૪૦:૪૦:૨૦
મધ્યમ ૬૦:૩૦:૧૦
આક્રમક ૯૦:૦૫:૦૫

યુવાન પરિવાર

૩૦ વર્ષ અને અધિક

પરિણીત, ઘરમાં નાનાં સંતાનો, નિયમિત ધોરણે રોકાણ કરવાની શરૂઆત

આક્રમક ધોરણે સંપત્તિ સર્જન ચાલુ રાખવું.

રૂઢિગત ૩૦:૪૦:૩૦
મધ્યમ ૫૦:૩૫:૧૫
આક્રમક ૮૦:૧૦:૧૦

પરિપકવ પરિવાર

૪૦ વર્ષ અને અધિક

સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી, આવક વધતી જાય છે.

મૂડીરોકાણ સલામત સાધનોમાં ફેરવી જોખમ ઘટાડવાનું શરૂ કરો.

રૂઢિગત ૨૫:૪૦:૩૫
મધ્યમ ૫૦:૨૦:૩૦
આક્રમક ૬૦:૨૦:૨૦

આઘેડ

૫૦ વર્ષ અને અધિક

સંતાનો સ્વતંત્ર, પુરાંત વધે છે, રોકાણ વટાવવાની તૈયારી

નવી પુરાંતોનું રોકાણ નિવૃત્તિ ભંડોળ રચવામાં કરો, પોર્ટફોલીયો જોખમ ઘટાડતા જાઓ.

રૂઢિગત ૧૦:૫૦:૪૦
મધ્યમ ૩૦:૪૦:૩૦
આક્રમક ૪૦:૪૦:૨૦

નિવૃત

૬૦ વર્ષ અને અધિક

નિયમિત નાણાં પ્રવાહની જોગવાઈ, ફુગાવાને માત કરવાની જરૂર

સલામત રોકાણોમાંથી પૂરતા નાણાં પ્રવાહની જોગવાઈ રાખો.

રૂઢિગત ૧૦:૨૦:૭૦
મધ્યમ ૨૦:૩૦:૫૦
આક્રમક ૩૦:૪૦:૩૦


ખાસ નોંધ: મૂડીરોકાણ અંગેનો નિર્ણય તમારા નાણાંકીય પરામર્શકાર અથવા સલાહકારને પૂછીને લો તે જરૂરી છે.

આવકની ફાળવણી માટેની સામાન્ય રૂપરેખા

(૧) જીવનની જરૂરિયાતની ખૂબ જ જરૂરી (bare necessity) ...................... ૫૫%

(૨) નિવૃત્તિ (રીટાયરમેન્ટ) માટેની નાણાંકીય સ્વતંત્રતા માટેનું ફંડ ...... ૧૦%

(૩) લાંબાગાળાના લક્ષ પુરા પાડવા માટેની બચત જેમ કે બાળકોનું શિક્ષણ-લગ્ન-વિદેશ પ્રવાસ વિ. ...................... ૧૦%

(૪) આનંદ-પ્રમોદ / હરવા ફરવા માટે .............................................. ૧૦%

(૫) પોતાના તથા પરિવારજનોના વિકાસ માટેની ટ્રેઈનીંગ માટે ...... ૧૦%

(૬) શુભકામ માટે ............................................................................. ૫%

ઉપરોક્ત વિગત એક માર્ગદર્શિકા માત્ર છે. તેમાં તમારી આવક–સંજોગો પ્રમાણે ફેરફાર કરી શકો છો. મહત્વનું એ છે કે જે કાંઈ નક્કી કરો તેને ચૂસ્ત રીતે વળગી રહો.

સંપત્તિ માટેના પાંચ મુખ્ય મંત્રો

→ ૩ થી ૬ માસ આવક અનિશ્ચિત કે આક્સ્મિક ઘટના માટે અલગ રાખવી.

→ તમારી આવકના ઓછામાં ઓછા ૧૦% થી ૧૫% બચાવી રોકાણ કરો.

→ તમારી ૧૫% થી ૨૦% મિલ્કતો / રોકાણો સરળતાથી વટાવી શકાય તેવી રીતે રોકાણ કરો.

→ જવાબદારી (દેણું) મર્યાદામાં રાખો, જેમ કે તમારી કુલ અસ્ક્યામતના ૫૦% થી વધુ રકમની હાઉસીંગ લોન – અન્ય લોનની જવાબદારી ન હોવી જોઈએ.

→ લોનના હપ્તા, માસિક કપાત બાદની નેટ આવકના ૩૫% - ૪૦% થી વધુ રકમના ન હોવા જોઈએ.

આપણે ડર સિવાય બીજી કોઈ વસ્તુથી ડરવાની જરૂર નથી