રિટાયરમેન્ટ પ્લાનીંગ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> રિટાયરમેન્ટ પ્લાનીંગ   >> નિવૃતિ માટેનો નિરાળો અભિગમ

નિવૃતિ માટેનો નિરાળો અભિગમ

→ તમારે કશીક નવી પ્રવૃત્તિ શરૂ કરવા માટે રિટાયર થવાનું છે નહીં કે તમો કરતાં હતાં તે જુની પ્રવૃત્તિમાંથી મુક્તિ મેળવવા.

→ લોકોને ‘નિવૃત થવા સજ્જ હોય - સક્ષમ હોય’ તે ગમતું હોય છે નહીં કે ‘એમ જ’ કે ‘થવા ખાતર’ જ નિવૃત થવું.

→ સુખી રીટાયરમેન્ટ માટેની ચાવી એટલે ‘બધી જ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ’ તેને રીટાયરમેન્ટ ન ગણતાં ‘કંઇક પ્રાપ્ત કરવાની મહેચ્છા’ ને રીટાયરમેન્ટ માનવું તે જ છે. જેમ કે સર્જનાત્મક અભિરૂચિ નિરાંતની પળોમાં શોખ પુરા કરવા, અન્ય લોકોની સેવા, આધ્યાત્મિક પ્રવૃત્તિ વિગેરેમાંથી આનંદ પ્રાપ્ત કરવો વિગેરે વિગેરે.

રીટાયરમેન્ટ માટેના અગત્યના પાસાઓ :-
(૧) નાણાંકીય
(૨) નિરાંતના સમયનો સદ્દઉપયોગ
(૩) તંદુરસ્તી

રીટાયરમેન્ટ માટેની ચિંતાઓ :-
(૧) નાણાંકીય બાબતો તથા તેનું નિયંત્રણ અને નિયમન
(૨) કંટાળો કે અણગમો
(૩) તંદુરસ્તી

દુઃખી રીટાયરમેન્ટ માટેના સંભવિત કારણો : -
(૧) સારી આર્થિક પરિસ્થિતિનો અભાવ
(૨) સારી પ્રવૃત્તિ - અંગત શોખ જીવનમાં રસ વિગેરેનો અભાવ>
(૩) નિવૃત્તિ દરમ્યાનની પ્રવૃત્તિના કાર્યો તથા સંજોગો ને સ્વીકારવા માટેના આત્મ વિશ્વાસની ગેરહાજરી
(૪) ઉંમર વધવાની સાથે ઉભો થતો માનસિક ગુંચવાડો
(૫) મહત્વની બાબતોમાં ઉતાવળમાં લેવાયેલ ખોટા નિર્ણયો
(૬) ભવિષ્ય માટેના પ્લાનીંગનો અભાવ કે મોડું થવું.

રીટાયરમેન્ટ પ્લાનીંગ માટેના સાત મુખ્ય ધ્યેય :-
(૧) નિવૃત્તિ માટેની વ્યવસ્થિત યોજના તૈયાર કરવી, તેનું સંપૂર્ણ રેખાચિત્ર ઉપસાવી તેની કાર્યસૂચીને વ્યવસ્થિત લખવી
(૨) સક્રિય રહો – આનંદમાં કે મોજમાં રહો. તમારા આનંદ-પ્રમોદ, મનોરંજનની પ્રવૃત્તિ તપાસો / વિચારો.
(૩) તમારા વાંચવાના, નવું શીખવાના, મ્યુઝીકના કે યાત્રા પ્રવાસ જેવા શોખને ઉત્તેજીત કરો.
(૪) આનંદ-પ્રમોદ ઉપરાંત આર્થિક ફાયદાકારક પ્રવૃત્તિઓના જુના શોખને પુરો કરો અગર નવા શોખ કેળવો.
(૫) તમારા કુટુંબીજનો સાથે વધુ સમય ફાળવો, તેમને ઉપયોગમાં આવો.
(૬) વ્યક્તિત્વ ખીલવી નવા મિત્રો બનાવો અને વધુ સામાજીક કાર્યોમાં વ્યસ્ત રહો.
(૭) ઉદ્યમી અને પ્રવૃત્તિશીલ નાગરિક બની સમાજના, જ્ઞાતિના કે ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિમય બનો.

આજના યુગમાં શક્તિ અને સંપત્તિનું સ્વરૂપ બદલાયેલ છે. સંપત્તિના સ્ત્રોત ફક્ત ખેતી, કારખાના કે મૂડી નથી. એકવીસમી સદીમાં જ્ઞાન અને માહિતી એ ‘સંપત્તિ’ અને ‘શક્તિ’ ના મુખ્ય સ્ત્રોત છે. આ જ્ઞાનની સદીમાં જે જ્ઞાનનું નિર્માણ કરશો તેના હાથમાં શક્તિ હશે - સંપત્તિ હશે.
- એલ્વીન ટોફલર