રિટાયરમેન્ટ પ્લાનીંગ

નિવૃત્ત લોકો માટે આશીર્વાદ સમાન રિવર્સ મોર્ટગેજ લોન

આપણે ઘણાં નિવૃત્ત વ્યક્તિ / વડીલોને જોઈએ છીએ કે જેમના કોઈ વારસદાર નથી હોતા. અગર આ લોકોની જવાબદારી ઘણી વખત તેમના બાળકો સ્વીકારતાં નથી. તેમની પાસે રહેવાનું મકાન / ફ્લેટ હોય છે, પરંતુ નિર્વાહ ચલાવવા માટે નિયમીત આવક નથી હોતી. આ પરિસ્થિતિ વિદેશોમાં ઘણી જોવા મળે છે. જેનો હવે આપણાં દેશમાં પણ વધારો થતો જાય છે. આ પરિસ્થિતિમાં તેઓને મકાન / ફ્લેટ વહેંચી બીજા અજાણ્યા એરીયામાં, ઓછી કિંમતનું મકાન ખરીદી / ભાડે લઇ રહેવા જવું પડે તેમને જરા પણ અનુકૂળ ન આવે. મીલ્કતો હોવા છતાં પણ ઉપયોગી નહીં તેવો ઘાટ થાય છે.

આ પ્રશ્નનો ઉકેલ આધુનિક બેકીંગ સેવાઓમાંની ‘રિવર્સ મોર્ટગેજ લોન’ દ્વારા હવે ભારતમાં પણ સંભવીત બન્યો છે. છેલ્લા બજેટમાં આ અંગે નાણાપ્રધાને જોગવાઈ કર્યા બાદ, રિઝર્વ બેંક દ્વારા તેને લાગતા નિયમો બનાવવામાં આવેલ છે અને નેશનલ હાઉસીંગ બેંકના માર્ગદર્શન હેઠળ ૨-૩ બેંકો દ્વારા આ રિવર્સ મોર્ટગેજ લોન આપવાનું શરૂ કરવાની જાહેરાત કરેલ છે. એક બેંકે તેની આ લોનનું નામ રાખેલ છે બાગબાન.

આ લોન માટે બેંક દ્વારા મીલ્કતોની કિંમત આંકવામાં આવે છે. પછી નિવૃત્તિ વ્યક્તિની ઉંમરને લક્ષમાં લઈ ૪૦% થી ૬૦% જેવી રકમ નક્કી કરેલ વર્ષો માટે માસિક લોન આપવામાં આવે છે. દર પાંચ વર્ષે મીલ્કતોની ફરી આકારણી કરવામાં આવે છે. રકમ એકીસાથે જોઈતી હોય તો તે પણ ઉપલબ્ધ હોય છે. નિવૃત્ત પતિ-પત્નિમાંથી એકનું મૃત્યુ થાય તો નક્કી કર્યા મુજબ પાછળ રહેનાર વ્યક્તિને આ લોન ચાલુ રહી શકે છે. લોન પૂરી થયા બાદ, લોનની રકમ વ્યાજ સાથે ભરી આપી મીલ્કતો તારણમાંથી છુટી કરી શકાય છે. લોનની જવાબદારી ચાલુ હોય અને બંને મૃત્યુ પામે ત્યારે વારસદાર દેણું ચૂકતે કરી મીલ્કતો મેળવી શકે છે, અગર મીલ્કતો વહેંચી બેંકનું દેવું ચૂકવી બાકીની રકમ પ્રાપ્ત કરી શકે છે.

આ ‘રિવર્સ મોર્ટગેજ લોન’ અસંખ્ય નિવૃત્ત કુટુંબો માટે ખૂબ જ ઉપયોગી સહારો બની રહેશે. તેઓએ બીજા ઉપર નિર્ભર રહેવું નહીં પડે અને માનભેર જીવી શકશે. વધુ ને વધુ બેંકો ઝડપથી આ લોન પ્રથા શરૂ કરી પ્રચાર કરી હજારો નિવૃત્ત કુટુંબીજનોને ઉપયોગી બની રહેશે. આપણાં દેશમાં, કે જ્યાં સોશીયલ સિક્યુરીટીઝ સીસ્ટમ નથી ત્યાં ખૂબ જ સરાહનિય પગલું છે.

ચ્હાં અને ઉંમરને છે કાંઈ સંબંધ?
ઉકેલીએ ગણિત ગમ્મતથી

જેટલી વખત તમો દિવસના ચ્હાં-દૂધ અગર કોફી કાંઈપણ પિતાં હો તે આંકને ૨ વડે ગુણાકાર કરી તેમાં ૫ ઉમેરો અને ૫૦ વડે ગુણાકાર કરો. તેમાં તમારી સાચી ઉંમર ઉમેરો અને તેમાંથી ૫૦ બાદ કરો જે જવાબ આવશે તેના છેલ્લા બે આંકડા દર્શાવશે તમારી સાચી ઉંમર.