ફાયનાન્શીયલ પ્લાનીંગ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> ફાયનાન્શીયલ પ્લાનીંગ   >> સંપત્તિની યોગ્ય વહેંચણી

સંપત્તિની યોગ્ય વહેંચણી

એક આદર્શ પધ્ધતિ:-

માર્કેટ જ્યારે ખૂબ જ ઉંચે કે નીચે ચાલતી હોય ત્યારે આપણે શું કરવું જોઈએ તે માટે મુંઝવણ અનુભવતાં હોઈએ છીએ. ‘ઈક્વીટી’ માં કેટલું રોકાણ કરવું જોઈએ તે અંગે નિર્ણય લઈ શકતા નથી આવા પ્રશ્નોનો સચ્ચોટ ઉત્તર જો ‘સંપત્તિની વહેંચણી’ વિશે જાણતાં હોઈએ તો આસન છે.

રોકાણની નીતિ તૈયાર કરવા માટે ‘સંપત્તિની યોગ્ય વહેંચણી’ તે ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ શક્તિશાળી અને કદાચ સૌથી વધુ અગત્યની બાબત છે. ‘સંપત્તિની વહેંચણી’ નો સરળ અર્થ થાય છે કે તમારી કુલ સંપત્તિના અલગ અલગ પ્રકારના રોકાણોનો ભાગ (%) કેટલો છે? જ્યારે નાણાંકીય સંપત્તિની વાત હોય ત્યારે ‘ડેટ’ અને ‘ઈક્વીટી’માં રોકાણ કરેલ સંપત્તિનો હિસ્સો કેટલો કેટલો છે ? તે ગણતરીમાં લેવામાં આવે છે.

તમારા લાંબાગાળાના રોકાણના વળતર માટેનો મુખ્ય આધાર તમોએ ક્યા પ્રકારની ‘સંપત્તિની વહેંચણી’ નક્કી કરેલ છે તેના ઉપર છે. આગળ જણાવેલ છે તેમ મોટા ભાગના લોકો ‘ક્યારે’ અને ‘ક્યાં રોકાણ’ કરવું તેને જ સૌથી મહત્વનું માને છે જે ભૂલભરેલ છે. કારણ કે આ પ્રકારની નીતિ હંમેશા અપેક્ષીત પરીણામ આપતી હોતી નથી અને તે પણ તમારા પ્રયત્નનાં પ્રમાણમાં ક્યારે પણ નહીં. ‘સંપત્તિની વહેંચણી’ ખૂબ જ અસરકારક છે અને તે સફળ પૂરવાર થયેલ નિતી છે અને તેથી જ લાંબાગાળાના રોકાણના ઉત્તમ વળતર માટે આ પધ્ધતિ આદર્શ છે.


સંપત્તિ ઉપાર્જનનો ગ્રાફ

જો વ્યક્તિ પોતાના ગોલ, જરૂરિયાત, જોખમ ઉઠાવવાની ક્ષમતા, ઉંમર, સ્વભાવ અને હાલની સંપત્તિને લક્ષમાં લઈ પોતાની સંપત્તિનું વ્યવસ્થીત આયોજન કરે અને તેને ચુસ્ત રીતે વળગી રહે તો ઓછા જોખમે સારામાં સારી રીતે અને ઝડપથી પોતાના સંપત્તિ બનાવવાના ધ્યેયને સિદ્ધ કરી શકે છે. ‘સંપત્તિની યોગ્ય વહેંચણી’ કઈ રીતે કામ કરે છે. તે નીચેના ઉદાહરણ ઉપરથી સમજીએ.

રાજેશે મુળ રોકાણ રૂ।. ૬ લાખનું કરેલ છે અને તેના કુલ રોકાણની વહેંચણી પોતાની જરૂરિયાત, ધ્યેય, જોખમ ઉઠાવવાની ક્ષમતા વિગેરે બાબતોને લક્ષમાં લઈને ‘ઈકવીટી’ (શેર અને તેના આનુસાંગીક રોકાણોમાં) ૫૦% અને ‘ડેટ’ (બેંક એફ. ડી. : પી. પી. એફ. : લીક્વીડ ફંડ : પોસ્ટ ઓફીસ વિ.) માં ૫૦% સંપત્તિની વહેંચણી છે.

એસેટ્સ એલોકેશન બે પ્રકારે નક્કી થઇ શકે છે. (૧) ફલેક્સીબલ એસેટ્સ એલોકેશન અને (૨) ફિક્સ એસેટ્સ એલોકેશન.

‘ફલેક્સીબલ એસેટ્સ એલોકેશન’ પધ્ધતિમાં ‘એસેટ્સ એલોકેશન’ માં જરૂરિયાત કે સંજોગો મુજબ ફેરફારને અવકાશ રહેલ છે. જેમ કે ઉપરોક્ત કિસ્સામાં સમયાંતરે રાજેશ પોતાની સંપત્તિના ૫૦% : ૫૦% ઈક્વીટી/ડેટનો હિસ્સો છે તેમાં ફેરફાર કરે (દા.ત. ૩૦:૭૦) તેને ‘ફલેક્સીબલ એસેટ્સ એલોકેશન’ પધ્ધતિ કહેવામાં આવે છે.

બીજી ‘ફિક્સ એસેટ્સ એલોકેશન’ પધ્ધતિમાં ઈક્વીટી/ડેટના હિસ્સામાં ફેરફાર નથી કરાતો.

રાજેશે ફિક્સ એસેટ્સ એલોકેશન પધ્ધતિ અપનાવેલ છે. હવે નીચે મુજબના દાખલામાં જોઈએ કે ‘સંપત્તિની યોગ્ય વહેંચણી’ કઈ રીતે થાય છે અને તેનાથી જોખમ કઈ રીતે આપમેળે ઘટી જતું હોય છે. એક વર્ષ પછી શેર માર્કેટ સારી ચાલવાને કારણે નીચેના દાખલામાં જોઈ શકાય છે કે તેનું મુળ નક્કી કરેલ ૫૦% .ઈક્વીટી : ૫૦% ડેટનું એસેટ્સ એલોકેશન બદલાઈને ૭૦% : ૩૦% થઈ જાય છે.

Asset
Class

Product

Original
Investment

AA
Original

Present
Value

Assets
Allocation
Present

Rebalanced Portfolio

Assets Allocation Original

Equity

Direct Equity

1.00 lacs

50.00%

2.20 lacs

70.00%

1.20 lacs

50.00%

MF Equity

2.00 lacs

5.50 lacs

4.30 lacs

Debt

Bank Deposit

1.00 lacs

50.00%

1.10 lac

30%

1.60 lacs

50.00%

MF Debt

2.00 lacs

2.20 lacs

3.90 lacs

Total

6.00 lacs

100%

11.00 lacs

100%

11.00 lacs

100%

આ પધ્ધતિને કારણે પ્રોફીટ ક્યારે બુક કરવો ? વગેરે દ્વીધા થતી નથી તેમ છતાં ‘સંપત્તિની યોગ્ય વહેંચણી’ ને કારણે આપોઆપ ઈક્વીટીમાં રોકાણ ઓછું થઈ જતું જોવા મળે છે. તેવી જ રીતે જ્યારે શેર માર્કેટ ઘટી જાય ત્યારે ઈક્વીટીનો હિસ્સો ઘટી જતો હોય છે અને તેને રી-બેલેન્સીંગ કરવાથી ઘટેલ માર્કેટમાં ઈક્વીટીનો હિસ્સો આપોઆપ વધી જતો હોય છે.

સંપત્તિની યોગ્ય ફાળવણી કઈ રીતે નક્કી કરવી ?

સંપત્તિની યોગ્ય ફાળવણી માટેનું પ્રમાણ નક્કી કરવું થોડું જટીલ છે અને વ્યક્તિએ-વ્યક્તિએ તે અલગ અલગ હોય છે. ઘણી વખત ઉંમર-સંજોગો બદલાવાની સાથે એક જ વ્યક્તિની સંપત્તિ-ફાળવણીનું પ્રમાણ પણ બદલાતું હોય છે. સંપત્તિની યોગ્ય ફાળવણી નક્કી કરવા (૧) ફાયનાન્શીયલ પ્લાનીંગ તથા (૨) જોખમ ઉઠાવી શકવાની ક્ષમતાનું મૂલ્યાંકન મદદરૂપ બનતું હોય છે. ફાયનાન્શીયલ પ્લાનીંગ એટલે કે ઉપલબ્ધ સાધનો (જેમ કે આવક-મીલ્કતો) ને મગજમાં રાખી જીન્દગી દરમ્યાન નક્કી કરેલ ગોલ / ધ્યેય પુરા પાડવા માટેનું પ્લાનીંગ. આ યોજના તૈયાર કરતી સમયે, નક્કી કરેલ અપેક્ષીત વળતર મુજબ રોકાણ કરવામાં ‘સંપત્તિની વહેંચણી’ નો સમાવેશ આપમેળે થઈ જાય છે. બીજી તરફ ‘જોખમ ઉઠાવવાની શક્તિ’ એટલે એવું કયું અને કેટલું રોકાણ કેટલા સમય માટે કરવું કે જેના દ્વારા જો ગણતરીપૂર્વકનું નુકશાન થાય અને તેટલી મૂડી ઘસાય તો પણ આપણે હતપ્રત થઈ જાય તેવો ફેર પડતો નથી હોતો. આમ આ બે બાબતોની મદદ દ્વારા ‘યોગ્ય સંપત્તિની વહેંચણી’ નો નિર્ણય લેવામાં આવતો હોય છે.
સંપત્તિ વહેંચણી માટેનો માપદંડ

નીચે મુજબનાં કોઠામાં અલગ અલગ સંપત્તિ વહેંચણી સામે બે અલગ અલગ સંજોગોમાં (સામાન્ય/ખરાબમાં ખરાબ) તેનું વળતર અને જોખમ કેટલું હોઈ શકે તે દર્શાવેલ છે. જેની ગણતરીમાં કંપનીઓના નફાનો વાસ્તવિક વિકાસ દર ૧૫% લેખે તથા ખરાબમાં ખરાબ સમયનો નફાનો વિકાસ દર ૧૦% લેખે ગણતરીમાં લીધેલ છે અને ‘ડેટ’ રોકાણનું વળતર ૮% ગણતરીમાં લીધેલ છે. હાલનો P/E (પ્રાઈસ ટુ અર્નીંગ) રેશીયો ૧૮ ગણતરીમાં લીધેલ છે.ખરાબ સંજોગોમાં P/E રેશીયોની ગણતરી ૧૦ ની તથા સામાન્ય સંજોગોમાં ૧૮ P/E ની ગણતરી કરેલ છે.

અલગ અલગ સમય માટેની, જુદા જુદા પ્રકારની સંપત્તિની વહેંચણી દ્વારા, સામાન્ય તથા ખરાબ સમયમાં, રૂ।. ૧૦૦-૦૦ ના રોકાણનું મૂલ્ય નીચે મુજબ બને છે.

Assets Allocation

Year

scenario

Equity/Debt

Equity/Debt

Equity/Debt

Equity/Debt

20%/80%

40%/60%

60%/40%

80%/20%

1 Year

realistic

109

111

112

114

Worst

99

89

80

70

3 Years

realistic

131

136

142

147

Worst

116

105

95

84

5 Years

realistic

158

169

179

190

Worst

135

124

112

101

10 Years

Realistic

254

291

329

367

Worst

202

187

173

158


CARG for 10 Years

Realistic

9.75%

11.29%

12.65%

13.80%

Worst

7.25%

6.47%

5.62%

4.71%

ઉપરોક્ત કોઠાની મદદ દ્વારા પોતાના રોકાણના સમયગાળા માટે, સામાન્ય તથા ખરાબ સંજોગોના વળતરમાં જે ‘સંપત્તિની વહેંચણી’ દ્વારા રોકાણકર્તા નિશ્ચિંત-બેફિકર રહી શકે તે ‘સંપત્તિની વહેંચણી’ તેમના માટે યોગ્ય હોઈ શકે છે.

દા.ત. એક રોકાણકાર પોતાના ૫ વર્ષનાં રોકાણ માટે રૂ।. ૧૦૦.૦૦ ના રોકાણના ખરાબ સંજોગોમાં ઓછામાં ઓછા રૂ।. ૧૧૨ અને સામાન્ય સંજોગોમાં રૂ।. ૧૭૯ થાય ત્યાં સુધી સુખદાયી/નિશ્ચિંત રહી શકે તો તેણે ૬૦% ઈક્વીટી : ૪૦% ડેટમાં પોતાનું રોકાણ કરવું ઉત્તમ છે.

કામ મુશ્કેલ છે એટલે આપણે હિંમત નથી કરતાં એવું નથી,
પણ આપણે હિંમત નથી કરતાં એટલે કામ મુશ્કેલ ગણાય છે.
Different Financial Goals but to all these ends, means is MONEY.