મુચ્યુઅલ ફંડ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> મ્યુચ્યુઅલ ફંડ   >> શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ

શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ

Equity:-
આ શબ્દ વારંવાર સંભાળવા મળતો હોય છે. તો તે ‘Equity’ એટલે શું ?

Equity એટલે Equal ownership of a Company. કંપનીએ નાણાભંડોળ ઉભું કરવા બહાર પાડેલ શેર જ્યાં સુધી તમો ધરાવો છો ત્યાં સુધી એક જાતના માલિક (ભાગીદાર) જ છો. Equal એટલે કે શેરોની સંખ્યા લક્ષમાં ન રાખો તો દરેક ‘ઈક્વીટી શેર હોલ્ડર’ ને સરખાં જ હક્ક હોય છે.

Price:-
દરેક શેરની એક કિંમત હોય છે. તેમાં શેનો સમાવેશ થયેલ હોય છે ? ભવિષ્યના નફાને લક્ષમાં લેતા તેની આજની કિંમત તથા બધી અસ્કયામતો - કે જેમાં જોઈ શકાય તેવી અને સ્પર્શી ન શકાય તેવી માનવશક્તિ સહિતની બધી અસ્કયામતોનો સમાવેશ થયેલ હોય છે.

યાદ રહે કે શેરની કિંમત ક્યારે પણ ‘ઝીરો’ કે ‘નેગેટીવ’ ન હોઈ શકે.

EPS (Earning Per Share):
કંપનીના સરવૈયામાં ટેક્ષ કપાત પછીના નફાને PAT (net profit after tex) તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે શેર દીઠ કમાણી એટલે.......

PAT / Number of Equity Shares: ટેક્ષ પછીના નફાને શેરની સંખ્યા વડે ભાગવાથી EPS મળે છે.

ઉદાહરણ:-

શેરની સંખ્યા
(કરોડમાં)

રિલાયન્સ
૧૩૯.૩૭

એ.સી.સી.
૧૭.૮૨

PAT કરોડમાં
(છેલ્લા ૪ કવાર્ટરનો)

૫૫૪૩.૮૧

૨૦૦.૨૪

માટે EPS ની ગણતરી

૫૫૪૩.૮૧/૧૩૯.૩૭

૨૦૦.૨૪/૧૭.૮૨

EPS  રૂ।.

૩૯.૭૮

૧૧.૨૪

PE (Price to Earning Ratio)

શેર કેટલો સસ્તો કે મોંઘો છે તેના માપદંડ માટે એક તુલનાત્મક ગુણોત્તરની પદ્ધતિ છે.

PE Ratio માટે Multiple શબ્દનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

PE Ratio or Multiple = Price/Earning Per Share (EPS)

જેમાં Price = શેરની હાલની માર્કેટ કિંમત.

Earning = છેલ્લા ચાર કવાર્ટરની કમાણી

ઉદાહરણ:- P/E Ratio

હાલનો ભાવ(૦૮-૦૯-૦૪)

રિલાયન્સ
૪૮૨.૫૦

એ.સી.સી.
૨૭૧.૦૦

EPS

૩૯.૫૫

૧૩.૩૦

PE માટેની ગણતરી

૪૮૨.૫૦/૩૯.૫૫

૨૭૧.૦૦/૧૩.૩૦

Price to Earning Ratio (P/E) હાલની શેરદીઠ કમાણી સામે કેટલા ગણો ભાવ

૧૨.૨૦

૨૦.૩૮

P/BV:- (Price to Book Value)

આ ‘પ્રાઈસ ટુ બુક વેલ્યુ' રેશીયો પણ કંપનીનું વેલ્યુએશન નક્કી કરવા માટેના માપદંડ તરીકે ઉપયોગમાં લેવાતો હોય છે. ખાસ કરીને મોટી મૂડી આધારીત ધંધાવાળી કંપનીઓ માટે ઉપયોગી છે. કંપનીની સંપત્તિના સંદર્ભમાં તેના શેરની કિંમત કેટલી છે તે નક્કી કરવામાં આવે છે.

Price to Book Value or P/BV = Price/Book Value Per Share
Price:- હાલનો માર્કેટમાં ચાલતો શેરનો ભાવ.
BV = શેર કેપીટલ + રીઝવ્સ + સરપ્લસ
BV Per Share = બુક વેલ્યુ ÷ ભરપાઈ થયેલ શેરની સંખ્યા.


ઉદાહરણ:-

માર્કેટમાં ભાવ

રિલાયન્સ
૪૮૨.૫૦

ટી.સી.એસ.
૯૯૩.૫૦

અદાણી
૬૧.૮૦

કંપનીની બુક વેલ્યુ (કરોડમાં)

૩૧૬૬૭.૬૫

૧૭૫૭.૪૬

૬૨૦૪.૧૯

શેરની સંખ્યા (કરોડમાં)

૧૩૯.૩૭

૪૭.૧૮

૨૧.૯૩

BV:- શેરદીઠ બુક વેલ્યુ

૨૨૭.૨૨
૩૧૬૬૭.૬૫/
૧૩૯.૩૭

૩૭.૨૫
૧૭૫૭.૪૬/
૪૭.૧૮

૨૮૨.૮૭
૬૨૦૪.૧૯/
૨૧.૯૩

Price to BV.: બુક વેલ્યુના સંદર્ભમાં ભાવ

૨.૧૨
૪૮૨.૫૦/૨૨૭.૨૨

૨૬.૬૭
૯૯૩.૫૦/૩૭.૨૫
ત્રણેયમાં સૌથી વધુ

૦.૨૨
૬૧.૮૦/
૨૮૨.૮૭
ત્રણેયમાં સૌથી ઓછી

ડીવીડન્ડ યીલ્ડ: (Dividend Yield)

ડીવીડન્ડ શેરની ફેઈસ વેલ્યુ ઉપર જાહેર કરવામાં આવતું હોય છે. શેરની ફેઈસ વેલ્યુ તથા માર્કેટનો શેરનો ભાવ અલગ અલગ હોય છે.
Dividend Yield = Dividend ÷ Price
પ્રાઈસ = હાલનો તે શેરનો માર્કેટ ભાવ, ડીવીડન્ડ = શેર દીઠ જાહેર કરવામાં આવેલ ડીવીડન્ડ.
ઉદાહરણ:-

જે તે સમયનો માર્કેટનો ભાવ

રિલાયન્સ
૪૮૨.૫૦

હીરો હોન્ડા
૪૫૦.૩૫

શેરદીઠ જાહેર કરવામાં આવેલ ડીવીડન્ડ

૫.૨૬

૧૯.૮૧

તેથી ડીવીડન્ડ યીલ્ડ માટે

(૫.૨૬/૪૮૨.૫૦) × 100

(૧૯.૮૧/૪૫૦.૩૫) × 100

ડીવીડન્ડ યીલ્ડ

૧.૦૯%

૪.૪૦% ઉંચુ ડીવીડન્ડEarning Yield

આ P/E મલ્ટીપલથી તદ્દન વિપરીત – ઉંલટું છે.
Earning Yield = Earning/Price
(માર્કેટના ભાવના પ્રમાણમાં તે શેરની કમાણી કેટલી છે.)
Price = હાલનો માર્કેટ ભાવ
Earning = શેર દીઠ આવક (EPS)
ઉદાહરણ:-

 

રિલાયન્સ

એ.સી.સી.

જે તે સમયનો હાલનો માર્કેટ ભાવ

૪૮૨.૫૦

૨૭૧.૦૦

Earning Per Share (શેર દીઠ કમાણી)

૩૯.૫૫

૧૩.૩૦

Earning Yield =

(૩૯.૫૫/૪૮૨.૫૦) × ૧૦૦

(૧૩.૩૦/૨૭૧) × ૧૦૦

Earning Yield

૮.૨૦%

૪.૯૧%

Market Capitalization

કંપની કેટલી મોટી છે કે તેના વેપારનો વ્યાપ કેવળો છે તેનો ખ્યાલ આપે છે.
Market Capitalization = Price × Number of Shares
Price = હાલનો માર્કેટ ભાવ
Number of Shares = ફુલી ડાઈલ્યુટેડ શેરની સંખ્યા
ઉદાહરણ:-

 

રિલાયન્સ

એ.સી.સી.

જે તે સમયનો માર્કેટ ભાવ

૪૮૨.૫૦

૭૦.૫૦

શેરની સંખ્યા (કરોડમાં)

૧૩૯.૩૭

૫.૧૪

માર્કેટ કેપીટલાઈઝેશન માટે

૪૮૨.૫૦ × ૧૩૯.૩૭

૭૦.૫૦ × ૫.૧૪

માર્કેટ કેપીટલાઈઝેશન (કરોડમાં)

૬૭૨૪૬.૦૨

૩૬૨.૩૭

 

Large Cap
Stock

Mid Cap
Stock


નોંધ: લાર્જ, મીડ કે સ્મોલ કેપ સ્ટોક માટેની સર્વમાન્ય કોઈ વ્યાખ્યા નથી. BSE દ્વારા માર્કેટ કેપી. ના ૮૦%, ૧૫%, ૫% ની પધ્ધતિ અપનાવેલ છે.
Relationship of Price & Earnings

જો કમાણી વધે તો શેરના ભાવ પણ વધે જ. શા માટે?
દા.ત. ઈન્ફોસીસનો ૧૯૯૮માં EPS ૧૮.૨૮ હતો અને શેરનો ભાવ રૂ।. ૪૫૭=૦૦ હતો. આમ તેનો P/E રેશીયો ૪૫૭/૧૮.૨૮ = ૨૫ નો થાય. ઈન્ફોસીસનો Earning Yield (૧૮.૨૮ × ૧૦૦)/૪૫૭ = ૪% હતો.
૨૦૦૪માં ઈન્ફોસીસનો EPS (શેર દીઠ કમાણી) ૧૭૦.૩૦ થઈ ગયેલ અને જો શેરનો ભાવ તેની સાથે વધે નહીં તો શું થાય?
ઈન્ફોસીસનો P/E ૪૫૭/૧૭૦ = ૨.૬૮ અને Earning Yield (૧૭૦ × ૧૦૦)/૪૫૭ = ૩૭.૧૯% થઈ જાય. આ Earning Yield ખૂબ જ વધુ હોઈ શેરની ડીમાન્ડ વધવાથી તેનો ભાવ વધવો જ જોઈએ. નીચેના ચાર્ટમાં જોઈએ.

Infosys Price Movement

 

ભાવ

Eps

પીરીયડ

વાર્ષિકEPS નો ગ્રોથ

વાર્ષિક ભાવ વધારો

Earning Yield

P/E

માર્ચ-૯૮

૪૫૭

૧૮.૨૮

-

-

-

૨૫

માર્ચ-૦૦

૮૯૦૨

૩૮.૭૦

૧૯૯૮-૦૦

૪૫.૫૧%

૩૪૧%

૦.૪૩

૨.૩૦

માર્ચ-૦૪

૪૯૩૮

૧૭૦.૨૮

૨૦૦૦-૦૪

૪૪.૮૩%

– ૧૩.૭૦%

૩.૪૫

૨૯

 

 

 

૧૯૯૮-૦૪

૪૫.૦૫%

૪૮.૬૯%

 

 


ઉપરોક્ત હકીકત ઉપરથી તારણ નીકળી શકે છે કે ટુંકા ગાળામાં શેરનો ભાવ તેની કમાણી સામે ખૂબ ઓછો કે વધુ હોઈ શકે પરંતુ સામાન્ય રીતે લાંબા ગાળે કંપનીના નફાની ગતી સાથે તેના શેરનો ભાવ તાલમેલ મેળવતો હોય છે.
ખૂબ જ લાંબા ગાળાના દાખલા માટે નીચે મુજબનું ઉદાહરણ લઇ શકાય.
૧૮૭૧ થી ૧૯૯૭ સુધીના ૧૨૬ વર્ષના ઐતિહાસિક આંકડાઓ....
યુ.એસ.શેરનું રીયલ વાર્ષિક રિટર્ન................. ...................૭%
યુ.એસ. કંપનીઓનો પ્રોફીટ ગ્રોથ + રિયલ ડીવીડન્ડ યીલ્ડ......... ૬.૭%