ફાયનાન્શીયલ પ્લાનીંગ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> ફાયનાન્શીયલ પ્લાનીંગ   >> સ્ટેટમેન્ટ ઓફ નેટવર્થ

સ્ટેટમેન્ટ ઓફ નેટવર્થ

આપણી નાણાંકીય સ્થિતિ શું છે તે જાણવા આપણી બધી મિલકતો અને જવાબદારીઓનું બેલેન્સ શીટ એટલે ચોખ્ખી સંપત્તિનું લીસ્ટ.
મિલ્કતો અને જવાબદારીઓ

એવું ‘રોકાણ’ કે જે ટુંકાગાળામાં કે લાંબા સમયે આવક રળી આપવાનું સ્વાભાવિક વલણ ધરાવતું હોય તેને મીલ્કતોની કેટેગરીમાં સમાવી શકાય.

બીજી તરફ જે વ્યવહાર નાણાંકીય ખર્ચ વધારતો હોય તે જવાબદારીઓ છે.

અલબત આ વ્યાખ્યા ફાયનાન્શીયલ પ્લાનીંગનાં સંદર્ભમાં છે. એકાઉન્ટસના સંદર્ભમાં નહીં. દા.ત. એકાઉન્ટસની દ્રષ્ટિએ ‘કાર’ મીલ્કતો ગણાય, જ્યારે ફાયનાન્સિયલ પ્લાનરની દ્રષ્ટિએ તે ‘કોસ્ટ સેન્ટર’ ગણાય.

આ રીતે ‘મિલ્કતો’ માંથી ‘જવાબદારીઓ’ બાદ કરતાં જે બચે તે નેટ સંપત્તિ (Net Worth) ગણાય. મિલ્કતો- જવાબદારીઓ વચ્ચે જેટલું વધુ અંતર – તેટલી વધુ તમારી સંપત્તિ.

જવાબદારીનાં બે પ્રકાર ગણી શકાય :
(૧) ટુંકાગાળાની જવાબદારી:
સામાન્ય રીતે તુરંત માં લઈને એક વર્ષ સુધીમાં પેમેન્ટ ચૂકવવાની જવાબદારી દા.ત. ક્રેડીટકાર્ડ કે અન્ય લોન/દેવાનું પેમેન્ટ વિગેરે વિગેરે...

(૨) લાંબાગાળાની જવાબદારી: લાંબાગાળા સુધી પેમેન્ટ ચૂકવવાની જવાબદારીઓ જેમ કે હોમ લોન, વાહન લોન, એજ્યુકેશન લોન વિગેરે કે જેની અવધી એક વર્ષ થી વધુ હોય.

મિલ્કતોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય :
(૧) રોકડ કે રોકડ જેવી જ:
ખૂબ જ તરલતા ધરાવતી હોય તેવી, જેમ કે હાથ ઉપર રહેલ રોકડ, બેંકના સેવિંગ્સ ખાતાની બેલેન્સ, ફિકસ્ડ ડીપોઝીટ વિગેરે વિગેરે.... કે જેને રોકડમાં રૂપાંતર કરવામાં સામાન્ય રીતે કશો જ નહીં અગર મામુલી ખર્ચ લાગે.

(૨) રોકાણ કરેલ મીલ્કતો: આ ઉપરોક્ત મીલ્કતો કરતાં વધારે વળતર આપનારી હોય છે. તેને રોકડમાં રૂપાંતર કરવામાં ખર્ચ લાગતો હોય છે. ઉપરાંત તેની કિંમતમાં ચંચળતા (વધ-ઘટ) જોવા મળતી હોય છે. તેના બે પેટા પ્રકારોમાં : (૧) જેને તુરંત વટાવી શકાય તેવી ‘લીક્વીડ’ મીલ્કતો દા. ત., સ્ટોક, મ્યુ. ફંડ, રીકરિંગ ડીપોઝીટ વિ. અને (૨) જે આસાનીથી તુરંત વટાવી ન શકાય તેવી મિલ્કતો જેમ કે એન.એસ.સી., પી.પી.એફ., મ્યુ. ફંડની લોક ઈન પીરીયડવાળી અગર ક્લોઝ એન્ડ સ્કીમો વિગેરે વિગેરે.... સ્થાવર મિલ્કતો પણ ‘લીક્વીડ’ પ્રકારની જ ગણી શકાય.

(૩) અંગત મિલ્કતો: બેલેન્સ શીટમાં મીલ્કતો ગણાતી હોય છતાં તે સ્વ ઉપયોગમાં લેવાતી હોય છે. આ મિલ્કતો કાંઈ વળતર મેળવતી નથી હોતી. ઘરેણા-મકાન જેવી મિલ્કતો લાગણી સાથે જોડાયેલ હોય તુરંત વટાવી શકવી મુશ્કેલ હોય છે.

આટલું સમજયા બાદ હવે ‘કેશફલો સ્ટેટમેન્ટ’ અને ‘નેટવર્થ સ્ટેટમેન્ટ’ કે જે ફાયનાન્શીયલ પ્લાનીંગ માટે ખૂબ જ મહત્વના હોઈ ચીવટથી તૈયાર કરવા જરૂરી છે.

સરળતા માટે બંને માટેના ‘ફોરમેટ’ તથા ‘નમુના’ તૈયાર કરેલ છે. તેની મદદથી તમારી હાલની નાણાંકીય પરિસ્થિતિનો સચોટ ખ્યાલ આવે તે માટે વિગત ભરી ફોર્મ કંમ્પલીટ કરવા જરૂરી છે.
સંપત્તિ કેટલી ? (Example)

CASH FLOW STATEMENT (Example)


બધા મનુષ્ય વિરલા બની શકતાં નથી, પરંતુ સજ્જન તો બની જ શકે છે.