અમારા વિષે
દ્રષ્ટિ

આજના બદલાયેલ યુગમાં કે જ્યાં 'સંપત્તિના મુખ્ય સ્ત્રોત જ્ઞાન અને માહિતી છે' તેની મદદથી બચત અને રોકાણ દ્વારા ભારતના હરણફાળ વિકાસનું વધુને વધુ વ્યક્તિઓ સુંદર ફળ પામે કે જેમા દરેક સ્તરની વ્યક્તિઓનો સમાવેશ હોય.
Human Value Calculator દ્વારા માનવીના મૂલ્યો સમજાવી જીવન વીમાની અગત્યતા બાબત જાગૃતિ દ્વારા વધુમાં વધુ કુટુંબો સુરક્ષિત અને લાભદાયી બને.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉદ્યોગ-વેપારમાં પોતાની આગવી સુઝ અને મહેનતથી ખુબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલા સાહસિકોને, પ્રગતિની સાતત્ય જાળવવામાં, વર્ષોના સફળ સંચાલનના અનુભવની ત્થા આધુનિક મેનેજમેન્ટની મદદ દ્વારા પથદર્શક બની રહેવું.

મૂલ્યો

નૈતિકતાના સર્વોચ્ચ સ્થાને : અનેરી કાર્યશૈલી

પ્રાથમિકતા ગ્રાહક હિતને : ઉચ્ચત્તમ સેવા

અરસ-પરસ વિશ્વાસનો સેતુ


હેતુ

સમાજની નાનામાં નાની વ્યક્તિઓને તેમની બચતોનું, જોખમ આધારિત મહત્તમ વળતર અપાવતા રોકાણોમાં પરિવર્તન કરાવી,ફાયનાન્શીયલ પ્લાનીંગ ની મદદથી તેમના જીવનના અલગ-અલગ ધ્યેય પાર પાડી નાણાકીય બાબતો અંગે સંપૂર્ણ સ્વાયત્તતા અપાવવી.
નવીનતમ યુનીટ લીંક આધારિત જીવન વીમા પોલીસી દ્વારા સુરક્ષા પૂરી પાડવા ઉપરાંત ભવિષ્ય માટે મોટી બચત પણ ઉભી કરી શકાય છે. તેના લાભ હેઠળ વધુમાં વધુ કુટુંબોને આવરી લેવા.
જાત મહેનતથી ઉભા કરેલા અને ઝડપથી પ્રગતિ કરી રહેલા ઉદ્યોગ-વેપારમાં સંભવિત રૂકાવટ કે અવરોધને દુર રાખી પ્રગતિની ઝડપ વધારવા ઉપયોગી બનવું.