નિમંત્રણ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> નિમંત્રણ   >> બચત શાં માટે કરવી જોઇએ?

બચત શાં માટે કરવી જોઇએ?વિગત/વર્ષ

૧૯૮૩

૨૦૦૩

૨૦૨૩

ટુથપેસ્ટ

૪.૦૦

૨૦.૦૦

૧૦૦.૦૦

એલ.પી.જી. ગેસ

૨૭.૦૦

૨૫૦.૦૦

૨૩૧૫.૦૦

ભણતર

હજારો રૂપિયા

લાખો રૂપિયા

?

જીવનના જુદા જુદા લક્ષ્ય જેમ કે બાળકોનું ભણતર, મોટા પાયે બાળકોના લગ્ન, ટુ વ્હીલર-ફોર વ્હીલર, મકાન તથા રીટાયરમેન્ટ પ્લાનીંગ માટે બચત ખૂબ જ જરૂરી છે.

બચતનું રોકાણ ક્યાં કરવું જોઇએ ?

અત્યાર સુધી સૌ બેંક એફ. ડી., એન.એસ.સી., કિશાન વિકાસપત્ર કે પોસ્ટ ઓફીસ ડીપોઝીટમાં રોકાણ કરતાં હતાં. પેહલા તે ઊચું વળતર આપતા હતાં, જેથી મોંઘવારીનાં દર સામે ટકી રહેતાં હતાં. હાલ તે શક્ય નથી અને આપણી મૂડીના ઘસારાને પહોંચી વળવા થોડા ઓછા સુરક્ષિત અને સુનિશ્ચિત અને કાર્યક્ષમ વળતર આપતા ઈન્સ્ટ્રુમેન્ટસ જેમ કે મ્યુચ્યૂઅલ ફંડમાં રોકાણ કરવું ફરજિયાત થઇ ગયેલ છે.

દરેક વ્યક્તિની જોખમ સહેવાની શક્તિને લક્ષમાં લઇ તેમની કુલ અશ્કયામતનું વ્યવસ્થિત ‘એસેટ્સ એલોકેશન’ દ્વારા એવું રોકાણ કરવું જોઇએ કે જે ઉપર દર્શાવેલ છે તે મુજબ મોંઘારતના દર કરતાં વધું વળતર મેળવી શકે.

એક વખત કરેલ રૂ।. ૧૦૦/- નું રોકાણ અલગ-અલગ વર્ષો પછી અને
જુદા જુદા વળતરે કેટલું પહોંચે છે તે દર્શાવતો કોઠો.

પુરા થતા વર્ષ બાદ

૫ %

૧૦%

૧૫%

૨૦%

૧૦૫

૧૧૦

૧૧૫

૧૨૦

૧૨૮

૧૬૧

૨૦૧

૨૪૯

૧૦

૧૬૩

૨૫૯

૪૦૫

૬૧૯

૧૫

૨૦૮

૪૧૮

૮૧૪

૧૫૪૧

૨૫

૩૩૯

૧૦૮૩

૩૨૯૨

૯૫૪૦

ઉપર દર્શાવેલ કોઠાનો અભ્યાસ કરવાથી ૫% કે ૧૦% ના વળતર સામે લાંબાગાળે ૧૫% કે ૨૦% નું વળતર કેટલું વધી જાય છે તેનો ખ્યાલ આવશે. જેમ કે ૧૦ વર્ષ માટેના રોકાણ ઉપર વાર્ષિક ૧૦% વળતર લેખે વળતરની રકમ રૂ।. ૫૧૯.૦૦ થાય છે જે માની ન શકાય તેટલું એટલે કે ૨૨૬% વધુ થાય છે.

ઉપરોક્ત આંકડાઓ ગણિતની સીધી ગણતરી જ છે. જે આપ કેલ્ક્યુલેટર ઉપર પણ કરી શકો છો. આ જાદુ છે “પાવર ઓફ કમ્પાઉન્ડીંગ” ચક્રવૃદ્ધિ વ્યાજ નો અને તેથી જ મહાન વૈજ્ઞ।નિક આઈન્સ્ટાઇને આ “પાવર ઓફ કમ્પાઉન્ડીંગ” ને દુનિયાની આઠમી અજાયબી કહેલ છે.
તમે કેટલી વસ્તુઓ ધરાવો છો તેના કરતાં કેટલી વસ્તુઓ વિના ચલાવી શકો છો તે વધુ અગત્યનું છે.