રિટાયરમેન્ટ પ્લાનીંગ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> રિટાયરમેન્ટ પ્લાનીંગ   >> વીલમાં વપરાતા લીગલ શબ્દો તથા તેના સામાન્ય અર્થ

વીલમાં વપરાતા લીગલ શબ્દો તથા તેના સામાન્ય અર્થ

૧. Testator:
→ વીલ સહી કરનાર પુરુષ વ્યક્તિ

૨. Testratrix:
→ વીલ સહી કરનાર સ્ત્રી વ્યક્તિ

૩. Attesting Witness:
→ સાક્ષી કે જેણે શાખ પુરાવેલ હોય

૪. Legacy:
→ સ્ત્રી અગર પુરુષને મળનાર અસ્કયામત

૫. Legatee:
→ વીલથી પ્રાપ્ત થયેલ બક્ષિસ મેળવનાર

૬. Alternate Legatee:
→ બક્ષિસ મેળવનારનું મૃત્યુ થયેલ હોય તો ત્યાર પછીના બક્ષિસ મેળવનાર

૭. Legator:
→ વીલ દ્વારા મિલ્કતની બક્ષિસ આપનાર વ્યક્તિ

૮. Executor:
→ વીલ બનાવનારની ઇચ્છા મુજબ વીલને અમલમાં મુકનાર પુરુષ વ્યક્તિ

૯. Executrix:
→ વીલ બનાવનારની ઇચ્છા મુજબ વીલને અમલમાં મુકનાર સ્ત્રી વ્યક્તિ

૧૦. Sole Executor:
→ વીલને અમલમાં મુકનાર એક માત્ર વ્યક્તિ નિમેલ હોય તે

૧૧. Joint Executor:
→ એક કરતાં વધુ એક્ઝીક્યુટર હોય તો તેઓને જોઈન્ટ એક્ઝીક્યુટર કહેવાય

૧૨. Executor of the First Degree:
→ વિલની સુચનાઓનો અમલ કરનાર હક્કદાર પહેલી વ્યક્તિ

૧૩. Substitute Executor of the Second Degree:
→ વિલને અમલમાં મૂકનાર એક માત્ર અગર પ્રથમ હક્કદાર વ્યક્તિ જો મૃત્યુ પામેલ હોય તો ત્યાર પછીની હક્કદાર વ્યક્તિ

૧૪. Administrator:
→ જ્યારે વીલમાં Executor ની નિમણુંક કરવામાં આવેલ ન હોય ત્યારે કોર્ટ દ્વારા વીલના અમલ માટે નિમણુંક પામેલ વ્યક્તિ

૧૫. Residury Property:
→ વીલમાં જેનો ખાસ ઉલ્લેખ થયેલ ન હોય તેવી બચેલ શેષ મિલ્કતો-અસ્કયામતો

૧૬. Residury Legatee:
→ વીલમાં જેનો ખાસ ઉલ્લેખ થયેલ ન હોય તેવી બચેલ શેષ મિલ્કતો, અસ્કયામતો મેળવનાર વીલમાં દર્શાવેલ વારસદાર

૧૭. Ademption of Property:
→ વીલ બનાવનારના મૃત્યુ સમયે વીલમાં દર્શાવેલ પરંતુ વાસ્તવમાં હોય નહીં તેવી મિલ્કતો- અસ્કયામતો

૧૮. Probate:
→ જે તે સંબંધકર્તા કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ વીલની કાયદેસરતાનું પ્રમાણપત્ર